ભાવનગરના ગંગાજળિયા તળાવમાં આવેલ ફ્રુટ માર્કેટમાંથી બિયરના ટીન સાથે એક શખ્સની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી હતી.
ગંગાજળિયા પોલીસ કાફલો ગત રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ગંગાજળિયા તળાવમાં આવેલ ફ્રુટ માર્કેટમાં સતનામ ફ્રુટ નામની દુકાન પાસેથી દિલીપ ઉર્ફે દીપુ રંગલમનભાઈ તલરેજા રહે. રસાલા કેમ્પ, લાઇન નં. ૭ ને બિયરના ૨૪ ટીન કિં. રૂ. ૨,૮૮૦ સાથે ઝડપી લઇ તેની વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.