કાશ્મીરમાં આતંકનો પર્યાય બની ગયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટની હિંમત સતત વધી રહી છે. વિસ્થાપિત કાશ્મીરી હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ બાદ ગુરુવારે તેણે ઘાટીમાં સક્રિય ભાજપના 18 નેતાઓની હિટલિસ્ટ બહાર આપી મોતની ધમકી આપી છે.આ જાહેર કરાયેલી યાદીના લીધે સમગ્ર કાશ્મીરમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. સરકારે સત્વરે પગલાં લઇને સુરક્ષા વધારી દીધી છે
તમામ નેતાઓ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં જ સક્રિય છે. તેમાંથી એક કાશ્મીરી હિન્દુ મહિલા અને બે શીખ સમુદાયની છે અને બાકીના બધા કાશ્મીરી મુસ્લિમ છે. પોલીસે ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોની સુરક્ષા વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે લશ્કર-એ-તૈયબાની હિટ ટુકડી માનવામાં આવતી TRFએ પોતાના ઓનલાઈન મુખપત્ર કાશ્મીર ફાઈટ પર ભાજપના નેતાઓની હિટલિસ્ટ જાહેર કરી છે. જેમાં તમામ નેતાઓના નામ, ઘર અને વિસ્તાર અને ટેલિફોન નંબરની વિગતો આપવામાં આવી છે. કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે, ભારતીય સેના હાલ આતંકવાદીઓની કમર તોડવા માટે તમામ કાર્યવાહી કરી છે જેના લીધે આતંકવાદી સંગઠનો બોખલાઇ ગયા છે જેના લીધે ટાર્ગેટ કિલીંગ કરી રહ્યા છે, અને મજૂરા અને કાશ્મીરમાં જે ભાજપ સાથે જોડાયેલા છે તેઓ પર ખાસ હુમલા કરી રહ્યા છે. સરકારની કામગીરીથી આતંકવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારની કાર્યવાહી સામે આ ધમકી આપવામાં આવી રહી છે. આતંકવાદી સંગઠને કહ્યું કે આ માત્ર ટૂંકી યાદી છે. કેટલાક ગરીબ માનસિકતા ધરાવતા સ્થાનિક લોકો કાશ્મીરીઓના બલિદાનનો વેપાર કરી રહ્યા છે. અહીં સરકાર તેમનો ઉપયોગ કરી રહી છે.