મજબૂત અને તંદુરસ્ત હાડકાં આપણને હલન-ચલન કરવામાં, મહત્વના અંગોનું રક્ષણ કરવામાં અને આપણને સશક્ત અને સ્વસ્થ રાખતા પોષકતત્વોની જાળવણી કરવામાં મદદરૂપ થાય છે. હાડકાં એ જીવંત પેશીઓ છે જે સતત બદલાતી રહે છે. વ્યક્તિ આશરે ૩૦ વર્ષની વયે તેમના મહત્તમ હાડ જથ્થા સુધી પહોંચે છે અને ત્યારબાદ માત્ર કુદરતી રીમોડલિંગ થાય છે જેમાં હાડકાના જુના ભાગ દૂર થાય છે અને તેના સ્થાને નવા ભાગ આવે છે. હાડકાં તંત્ર પ્રદાન કરતી સંરચનામાં, સ્નાયુઓને સલામત રાખવામાં અને કેલ્સિયમની જાળવણી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવે છે.
હાડકાની ચોક્કસ પ્રકારની આરોગ્ય અવસ્થાને કારણે શરીરની સામાન્ય રીસાઈકલ પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે જેમાં હાડકાની નવી પેશી સતત જુની હાડકાની પેશીનું સ્થાન લેતી રહે છે. આ રોગને પેગેટ્સ ડીસીઝ કહેવાય છે, આ હાડપિંજરને અસર કરતી ગંભીર બીમારી છે. પેગેટ્સ રોગમાં હાડકા બરડ, નબળા અને વાંકા બને છે જે મુખ્યત્વે પેડુ, ખોપરી, કરોડરજ્જુ અને પગને અસર કરે છે, તેમ ભાવનગર સ્થિત એચસીજી હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ ટ્રોમા અને રીપ્લેસમેન્ટ સર્જન ડૉ. ચેતન રાઠોડ જણાવે છે.
પેગેટ્સ રોગના જાેખમો ઉંમર સાથે વધે છે અને જાે તે કુટુંબના સભ્યોમાં હોય તો તે વારસાગત હોય છે. તૂટેલા હાડકાં, શ્રવણશક્તિનો અભાવ અને કરોડરજ્જુમાં દબાયેલા સ્નાયુઓ પેગેટ્સ રોગની કેટલીક જટીલતાઓ છે.
લક્ષણો ઃ હાડકાને લગતો પેગેટ્સ રોગ ધરાવતા લોકોમાં કોઈ ખાસ લક્ષણો જાેવા મળતા નથી અને જ્યારે લક્ષણો વિકસવાનું શરૂ થાય છે ત્યારે તેમાં સૌથી સામાન્ય લક્ષણ હાડકાના દુઃખાવાનું છે. આ રોગમાં શરીર સામાન્ય કરતા વઘુ ઝડપે નવા હાડકા બનાવે છે અને ઝડપથી રીમોડલિંગ થવાને લીધે એવા હાડકાનું સર્જન થાય છે કે જે નબળા હોય છે અને સામાન્ય હાડકાં કરતા બેડોળ હોય છે જેથી હાડકાંમાં પીડા, વિકૃતી અને ફ્રેક્ચર્સ થઈ શકે છે. પેગેટ્સ રોગ સામાન્ય રીતે શરીરના એક કે બે ભાગને અસર કરે છે અથવા તો વ્યાપક રીતે પ્રસરેલો હોય છે, જાે તેના કોઈ સંકેતો અને લક્ષણો હોય તો તે શરીરના અસરગ્રસ્ત ભાગ પર તેનો આધાર રહેલો હોય છે, જેમ કે -જાે પેડુ અસરગ્રસ્ત હોય તો, હાડકાના આ રોગમાં નિતંબમાં દુઃખાવો થતો હોય છે. જાે ખોપરીમાં હોય તો, હાડકાની અતિવૃદ્ધીને લીધે બહેરાશ અથવા શિરદર્દ થાય છે. જાે કરોડરજ્જુ અસરગ્રસ્ત થયું હોય તો ચેતાતંતુઓના મૂળીયા સંકુચિત થઈ શકે છે જેના કારણે હાથ અથવા પગમાં પીડા, કળતર અને જડતા આવે છે. પગમાં અસર થઈ હોય તો, હાડકા નબળા પડે છે અને પરીણામે ફેંચરું થાય છે. પગમાં મોટા અને વિકૃત હાડકાથી નજીકના સાંધાઓમાં દબાણ ઉભું થાય છે જેથી ઘૂંટણ અને નિતંબમાં ઓસ્ટોઓઆર્થરાઈટિસ થઈ શકે છે.
સારવારમાં પ્રગતિ ઃ પેગેટ્સ રોગનો કોઈ સંપૂર્ણ ઈલાજ નથી પરંતુ તેની અસરને ઉલટાવવાની પણ કોઈ રીત નથી. આ સારવાર મુખ્યત્વે લક્ષણોને હળવા કરવા પર અને ભવિષ્યની જટીલતાઓને ટાળવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. નોનસર્જિકલ સારવાર ઃ જાે કોઈ પીડા અથવા અન્ય લક્ષણો ન હોય તો, કોઈ સારવારની જરૂર નથી. જાે કે, તમારા આરોગ્ય સંભાળકર્તા તમારા સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી શકે છે અને હાડકાને અસર કરતા કોઈ ફેરફાર તો આવ્યા નથી તે જાેવા માટે નિયમિત એક્સરે લઈ શકે છે તથા કોઈ જટીલતા ઉભી ન થાય તે સુનિશ્ચિત કરી શકે છે. વધુમાં, જાે લક્ષણો જાેવા મળે તો તમારા ડૉક્ટર નોન-સર્જિકલ સારવારની ભલામણ કરી શકે છે, જેમાં સમાવિષ્ટ છેઃ
નોનસ્ટેરોઈડલ એન્ટી-ઈનફ્લેમેટરી ડ્રગ્સ (એનએસએઆઈડી) પેગેટ્સ રોગ અથવા આ રોગને લગતું હોઈ શકે તેવા સંધિવાને કારણે થતા હાડકાને હળવા દુઃખાવામાં રાહતમાં મદદરૂપ થાય છે.
સહાયક ઉપકરણોઃ જાે આ રોગને કારણે પેડુ અથવા પગને અસર થઈ હોય તો સપોર્ટ કેન અથવા વોકરથી હાડકા પર પડતા દબાણને ઘટાડીને પીડા દૂર કરવામાં મદદ મળી રહે છે. તેનાથી પડી જવાનું જાેખમ પણ દૂર રહે છે જેથી હાડકાનું ફ્રેક્ચર થવાનો ભય ઘટી જાય છે.
બ્રેસનો ઉપયોગ કરવાથી અસરગ્રસ્ત હાડકાંને બેડોળ થતા રોકીને પીડામાં રાહત આપવામાં મદદ મળી રહે છે. જાે હાડકાની પીડા અત્યંત તીવ્ર હોય તો બિસ્ફોસ્ફોનેટ્સ તરીકે જાણીતી દવાઓનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે કે જે પસંદગીની સારવારના વિકલ્પો પૈકી એક છે.
સર્જિકલ સારવાર ઃ કેટલાક કિસ્સામાં, પેગેટ્સ રોગની સમસ્યાની સારવાર કરવા માટે સર્જરીની જરૂરીયાત ઉભી થઈ શકે છે, જેમાં સમાવિષ્ટ છેઃ હાડકાનું ફ્રેક્ચર, હાડકાનું બેડાળપણું અથવા વિકૃતી, ગંભીર સંધિવા. તમારા ડૉક્ટર દ્વારા સૂચિત કરવામાં આવેલી સર્જિકલ પ્રક્રિયામાં સમાવિષ્ટ છેઃ
આ રોગમાં, હાડકામાં લોહીના પુરવઠાનું પ્રમાણ વધે છે જેથી લોહી વહી જવાના જાેખમને ઘટાડવા માટે સર્જરી પહેલા ટૂંકા ગાળા માટે બિસ્ફોસ્ફોનેટ્સની ભલામણ કરવામાં આવે છે. પેગેટ્સ રોગથી અસરગ્રસ્ત હાડકાં સામાન્ય રીતે સાધારણ હાડકાંની સરખામણીએ ઠીક થવામાં વધુ સમય લે છે જેમાં સારવારના ઉત્તમ પરીણામો માટે પુનર્વસનની જરૂર પણ ઉભી થઈ શકે છે. પેગેટ્સ રોગને સંબંધિત કોઈ લક્ષણો ઉદભવતા જણાતા હોય અથવા પીડા રહેતી હોય તો તમે તાત્કાલિક ધોરણે તમારા મેડિકલ પ્રોફેશનલની સલાહ લઈ શકો છો.