ડાયરેકટર રોહિત શેટ્ટી દીર્ગદર્શીત બોલીવુડ સ્ટાર રણવિરસિંગ, જેકવલીન ફર્નાડીઝ, પૂજા હેગડે અને વરૂણ શર્માને ચમકાવતા હિન્દી ફીલ્મ ‘સર્કસ’ના પ્રમોશન માટેનાં એક ઇન્ટરવ્યુમાં ઇત્ન અર્ચના અને દરેક સ્ટારને ભાવનગરનાં પ્રખ્યાત દાસ પેંડાવાળાનાં ગાંઠિયાનાં પેકેટ સાથે બતાવવામાં આવેલ વિડીયો દેશવિદેશમાં ખૂબ વાયરલ થયો છે.
હિન્દી લેગ્વેજમાં લેવાયેલ આ ઇન્ટરવ્યુમાં તેઓ ભાવનગરને પણ ખાસ યાદી અને જરૂરથી મુવી જાવા જવા ગુજરાતી લહેકામાં જણાવેલ. રણવિરસિંગે આ વિડીયોમાં તેને દાસનાં ગાંઠિયાનું પેકેટ તાજની જેમ પહેરાવવા જણાવેલ અને દરેકે ગાંઠિયા ખાઈને પ્રસંશા પણ કરી હતી. આમ ભાવનગર અને ભાવનગરી ગાંઠિયા ફરી દેશમાં ન્યુઝમાં ચમકેલ. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પણ ભાવનગરની મુલાકાત દરમ્યાન ભાવનગરી ગાંઠિયા અને દાસનાં પેંડાનો ઉલ્લેખ કરેલ.