Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવામાં આવશે

રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી જીલ્લામાં સૌની યોજના લીંક-૧, ૨, ૩ અને ૪ મારફત પથરેખામાં આવતાં તળાવ,ચેકડેમ,જળાશય ભરવા માટે મંજુરી

aaspassdaily by aaspassdaily
2022-12-24 11:11:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેૂડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે.
રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્રના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના ૧૧૫ જળાશયો ભરીને ૯૭૦ કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતનું આંકલન કરીને નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવે તે માટેનું આયોજન હાથ ધરાયું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ પરામર્શ કરીને સૌરાષ્ટ્રના જળાશયો માટે પાણીની જરૂરીયાત સંદર્ભે માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ, હકારાત્મક પ્રતિસાદ આપતાં સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી એ આ મહત્વનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે સૌની યોજના લીંક-૧, ૨, ૩ અને ૪ મારફત પથરેખામાં આવતાં તળાવ,ચેકડેમ,જળાશય ભરવા માટે મંજુરી આપવામાં આવી છે.આ નિર્ણયથી ૧,૫૨,૪૦૦ લાખ ઘનફુટ પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવશે, જેનાથી અંદાજીત અઢી લાખ એકર વિસ્તારને સિંચાઇનો ફાયદો થશે. તેમણે ઉમેર્યું કે,આ નિર્ણયથી સૌરાષ્ટ્રના ૧૦ જીલ્લા મોરબી,રાજકોટ, જામનગર,સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રના આ જીલ્લાના ખેડૂતોની રવિ પાકની સિંચાઈ ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો થશે.

Tags: gujaratNarmada watersaurashtra dam
Previous Post

વન રેન્ક વન પેન્શન યોજનાની સરકારે કરી સમીક્ષા, 25 લાખ પેન્શનરો મળશે લાભ

Next Post

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આવતા ભક્તો માટે માસ્ક પહેરવાનો ફરજિયાત

aaspassdaily

aaspassdaily

Related News

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત
આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

September 10, 2025
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
Next Post
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આવતા ભક્તો માટે માસ્ક પહેરવાનો ફરજિયાત

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આવતા ભક્તો માટે માસ્ક પહેરવાનો ફરજિયાત

કોરોનાની નઝલ વેક્સિનને મંજૂરી

ભારતમાં નિર્મિત વિશ્વની સૌથી પહેલી ઈન્ટ્રાનેઝવવેક્સિન પ્રાપ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.