ગ્રીનસીટી દ્વારા રામમંત્ર મંદિરથી પાણીની ટાંકી સુધીનું ડીવાઇડર કોર્પોરેશન પાસેથી દત્તક લેવામાં આવ્યું છે. આ ડિવાઇડરમાં ગ્રીનસીટી દ્વારા નવયુગ શીપ બ્રેકીંગ કંપનીના વી.બી. તાયલના સૌજન્યથી ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ તાયલ પરિવારના બે નાના ભુલકાઓ ક્રીશ્યપ તાયલ તથા દેવ અમિત જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ પ્રસંગે સમગ્ર તાયલ પરિવાર તથા ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ, પિયુષભાઇ વ્યાસ સહિતના સભ્યો હાજર રહ્યા હતાં.