ભાવનગર બાર એસોસિએશનના સભ્ય જયેશભાઇ સાથે ગેરવર્તન કરીને ઘોઘા રોડ પો.સ્ટે.ના એએસઆઈ સરવૈયા દ્વારા ફડાકા ઝીકી માર મારવામાં આવેલ જેના વિરોધમાં ગઈકાલે વકીલો દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ એએસઆઇ સામે ખાતાકીય તપાસ કરવાની માંગ કરેલ અને ૨૪ કલાકમાં કાર્યવાહી નહીં થાય તો ધરણાં, રેલી સહિતના કાર્યક્રમોની ચીમકી આપ હતી. આજે તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા અને કોર્ટ પાસે સૂત્રોચાર કરી વકીલને માર મારનાર સામે ખાતાકીય તપાસ કરી યોગ્ય પગલા ભરવા માંગણી કરી હતી.