ભાવનગરમાં છેલ્લા પાંચ દિવસથી સ્વચ્છતા અભિયાન અને પશુ નિયંત્રણની કામગીરીને વેગ આપવા કમિશનર ઉપાધ્યાય સ્વયં પરોઢીએ ફીલ્ડમાં નીકળી પડે છે. આજે પણ મ્યુ. કમિશનર રાઉન્ડમાં હતા ત્યારે ભરતનગર અને શિવાજીસર્કલ પાસે રઝકો વેચાતો હોવાનું ધ્યાને આવતા તુરંત દબાણ હટાવ ટીમને બોલાવી રઝકાના પુળા જપ્ત કરાવ્યા હતાં. દરમિયાનમાં ટીમે પણ શહેરમાં ૭૧ પોઇન્ટ પર તપાસ કરી કુલ ૬,૩૦૨ પુળા જપ્ત કર્યાં હતા અને રૂા.૭૫૦નો રોકડ દંડ ફટકાર્યો હતો.