મોઢ સેવા સમાજ ભાવનગર દ્વારા તારીખ ૧ ને રવિવારના રોજ મોઢવણિક જીવનસાથી પસંદગી મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુકેશભાઈ પરીખ, ચીમનભાઈ શાહ, યજ્ઞેશભાઇ મહેતા તેમજ ભાવેશભાઈ મહેતા મુખ્ય યજમાન તરીકે બિરાજશે.
જીવનસાથી પસંદગી મેળામાં સમાજના યોગેશભાઈ શાહ, પ્રશાંતભાઈ પારેખ, નવીનભાઈ ગાંધી, રસ્મીનભાઇ મહેતા, ભરતભાઈ શેઠ, સંજયભાઈ વડોદરિયા, કલ્પેશભાઈ કાપડિયા, હિતેશભાઈ કોઠારી તેમજ ભરતભાઈ શેઠ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે ભરતભાઈ શેઠ મોટીવેશનલ સ્પીચ આપશે જ્યારે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ મહેમાનોનું મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ સમાજના યુવક યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળાવડો યોજાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા મોઢ સેવા સમાજ ભાવનગરના પ્રમુખ દિનેશભાઈ શાહ, મંત્રી જીતુભાઈ દેસાઈ તેમજ ટ્રસ્ટીઓ સુધીરભાઈ મણીયાર, ભાવેશભાઈ ગાંધી, સનતભાઈ મણીયાર, નિલેશભાઈ મહેતા, હિરેનભાઈ વોરા, તુષારભાઈ વોરા, જયેશભાઈ ગાંધી, નીતિનભાઈ શાહ તેમજ ઘનશ્યામભાઈ વડોદરીયા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.