વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે તેઓ અચૂક પોતાની માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર રાયસણ જતા. તાજેતરમાં જ તેઓએ 4 ડિસેમ્બરે માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગુજરાતના ચૂંટણી સમયે માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યાં હતાં. તેઓએ માતા હીરાબા સાથે ચા પીતા-પીતા હળવાશની પળો માણી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના 100મા જન્મદિવસે પૂજા-અર્ચના કરી હતી, માતાના લાંબા આયુષ્ય માટે ભગવાનની પૂજા અર્ચના પણ કરી હતી. તેમણે માતા હિરાબાના ચરણ વંદન કર્યા હતા. PM મોદી હાથમાં શ્રી ભગવદ્ ગીતા લઈને માતા સાથે વાતો કરતા પણ જોવા મળ્યાં હતાં. આ તસવીર તેમણે બ્લોગમાં પણ મૂકી છે. માતા સાથે ઝૂલા પર ઝૂલતા માતાના હાલ-ચાલ અને માનો વાત્સલય પ્રેમ માણ્યો હતો.
PM મોદી વડાપ્રધાન બન્યા પછી માતા હિરાબાને દિલ્હી ખાતેના પોતાના નિવાસ્થાને બગીચામાં ફેરવતા જોવા મળ્યાં હતાં. મોદી PM બન્યા પછી માતા હિરાબા પ્રથમ વખત દિલ્હી ગયા હતા ત્યારની આ તસવીર છે. વડાપ્રધાન મોદી પોતાની માતા હિરાબા સાથે ગાંધીનગર ખાતેના નિવાસ્થાને વડાપ્રધાન મોદી અને માતા હિરાબા સાથે જમી રહ્યાં છે. તેમજ તે સમય PM મોદી માતાના આશીર્વાદ મેળેવ્યા હતાં. PM મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું ત્યારે તેમના માતા હીરાબાએ તેમના ગાંધીનગર ખાતેના નિવાસ્થાને લાઈવ ટેલિકાસ્ટ નીહાળ્યું હતું. અને તેમણે ધન્યતા અનુભવી હતી. કોરોના વાયરસ સામેની ભારતની લડાઈમાં PM મોદીની અપીલ મુજબ માતા હિરાબાએ પણ પોતાના ઘરમાં દીવો પ્રગટાવ્યો હતો. હિરાબાએ તેમના ગાંધીનગર ખાતેના નિવાસ્થાને કોરોનાની મહામારી સમય PM મોદીએ કરેલી અપીલને ધ્યાનમાં રાખી લાઈટ-બત્તી બંધ કરી અને પોતાના ઘરમાં દિવો પ્રગટાવ્યો હતો
ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે PM મોદીએ લીધાલા કડક નિર્ણયમાં માતા હિરાબાએ પણ ગાંધીનગરની એક બેંકમાં કરન્સી એક્સચેન્જ માટે લાઈનમાં ઉભા રહ્યાં હતાં અને PM મોદીના નિર્ણયને આવકાર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ લોકસભા ચૂંટણી-2019માં રાયસણ મતદાન મથક પર મતદાન કર્યું હતું અને ફરીવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તેવી આશાઓ વ્યક્ત કરી હતી. 2014માં PM મોદી વડાપ્રધાન બન્યા ત્યારે હિરાબાએ મીડિયા સમક્ષ તેમને આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે, તેઓ ભારતને વિકાસના માર્ગ પર લઈ જશે