પૂ.સંત સીતારામબાપુની નિશ્રામાં એમના વ્યાસાસને યોજાયેલી શ્રીમદ્દ ભાગવત કથાની પોથીયાત્રામાં ૧૨૧ પોથી યજમાનો અને શાસ્ત્રીજીઓ સાથે વિશાળ જનમેદની સહિત પોથીયાત્રા કાચના મંદિરેથી શરૂ થઇને શિવકુંજ આશ્રમ અધેવાડા પહોંચી હતી.
૩ કિલોમીટર જેટલી લાંબી આ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકજનો જાેડાયા હતાં. કથાના પ્રથમ દિવસે ભાગવતજીની પૂ.બાપુની ૨૦૬મી કથાનો મંગલ પ્રારંભ શિવ દરબાર આશ્રમ કાનાતળાવ, સા.કુંડલાથી પધારેલા પૂ.સંત ઉષામયીમાના હસ્તે દિપ પ્રાગટ્યથી થયો હતો. લક્ષચંડી મહાયજ્ઞના નિમિત્ત માત્ર યજમાન સચિનભાઇ દોશી પરિવાર પણ દિપ પ્રાગટ્યમાં હાજર રહેલ. આ કથાને પવિત્ર સ્ત્રોત્રોથી દિવ્યતા પૂ.રામેશ્વરાનંદમયી માતાજી, પૂ.વરૂણાનંદમયી માતાજીએ આપી હતી. કથામાં પ્રથમ દિવસે પૂ.બાપુએ ભાગવતનો મહિમા વર્ણવ્યો હતો.