બ્લૂબગિંગ એક પ્રકારની હેકિંગ પ્રોસેસ છે. આ પ્રોસેસથી હેકર્સ કોઇ પણ ચાલુ ડિવાઇસને સર્ચ બ્લૂટૂથ કનેક્શનના માધ્યમથી જેતે યૂઝર્સના ડેટા પણ એક્સેસ કરી લેતા હોય છે. જો એક વાર હેકર્સ તમારી ડિવાઇસ હેક કરી લે તો તે તમારા ફોન પર થનારી તમામ વાતો સરળતાથી સાંભળી શકે છે. તે ઉપરાંત તમારા મેસેજ પણ વાંચી શકે છે અને તેને કોઇ અન્યને પણ મોકલી શકે છે. હેકર્સ બ્લૂબગિંગ દ્વારા બ્લૂટૂથ ડિવાઇસને હાઇજેક કરે છે સાથેસાથે તમારી ડિવાઇસના તમામે તમામ ડેટા પણ જોઇ શકે છે. એક વાર ડેટા હેક થયા બાદ તમારી ડિવાઇસથી થનારી વાતો-મેસેજ પણ જોઇ શકે છે. તેથી પણ વધુ જોખમી બાબત એ છે કે, બ્લૂબગિંગ કરેલા ફોન પર આવનારા ઓટીપીને એક્સેસ સરળતાથી કરી શકાય છે. જો તમારી ડિવાઇસનું બ્લૂટૂથ ડિસ્કવરેબલ છે તો દસ મીટર સુધીના અંતરમાં કોઇ પણ હેકર્સ તમારો શિકાર સરળતાથી કરી શકે છે.
તમારી ડિવાઇસથી પૅર થયા બાદ હેકર્સની પહેલો પ્રયત્ન તમારી ડિવાઇસમાં માલવેર ઇન્સ્ટોલ કરવાનો અને ડિવાઇસની સિક્યોરિટી ફીચરને ડિસેબલ કરવાનો રહે છે. માલવેર ઇન્સ્ટોલ થયા બાદ યૂઝર્સનો ડેટા સરળતાથી ચોરી લેવામાં આવે છે. 10 મીટરના અંતર સુધી હેકર્સ એક ડિવાઇસને હેક કરી શકે છે અને કનેક્ટ કરી શકે છે. ડિવાઇસ સાથે કનેક્ટ કરવા માટે હેકર્સ કનેક્ટિવિટી કોડને ક્રેક કરે છે. આવા સમયે ડિવાઇસ કનેક્ટ થઇ ગયા બાદ હેકર્સ બેંકિંગ એપ્સથી પૈસાની લેવડદેવડ પણ ત્વરિત કરી લેતા હોય છે.
હેકર્સ એવા યૂઝર્સનો શિકાર કરે છે જેઓ સ્માર્ટફોન, લેપટોપ તેમજ વાયરલેસ ઇયરપ્લગ અને એરપોડનો ઉપયોગ (હેક) કરે છે. જેને બ્લૂબગિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ બ્લૂબગિંગથી જેતે યૂઝર્સની વાતોને પણ રેકોર્ડ કરી શકાય છે. હેકર્સ તમારા વાયરલેસ ઇયરપ્લગને હેક કરીને ડેટા પણ હેક કરી શકે છે. હેકર્સ ડિવાઇસની સાથે પૅયરિંગ કરીને તેમાં માલવેર ઇન્સ્ટોલ કરી દે છે અને ડિવાઇસની સિક્યોરિટીને ડિસેબલ કરી નાખે છે. આ પ્રોસેસને બ્લૂબગિંગ કહેવામાં આવે છે. બ્લૂબગિંગથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.
તમારું બ્લૂટૂથ સેફ છે કે નહીં, કેવી રીતે ચેક કરશો?
તમારી ડિવાઇસ પર સતત ફાલતુ એલર્ટનો મારો ચલાવવામાં આવે છે.
બ્લૂટૂથ ડિવાઇસ વધુ ગરમ થાય.
લેપટોપ કે અન્ય ડિવાઇસ અચાનક જ સખત ગરમ થઇ જાય.
કોઇ પણ પ્રકારના પોપ-અપ આવ્યા કરે.
ડિવાઇસ ખરાબ પરફોર્મન્સ આપે.
બેટરી સતત ઊતરતી જણાય.
બ્લૂબગિંગથી કેવી રીતે બચશો?
જ્યારે પણ ડિવાઇસ યૂઝમાં ન હોય તો હંમેશાં ડિવાઇસનું બ્લૂટૂથ બંધ રાખવું.
બ્લૂટૂથ સેટિંગમાં પોતાનું (ડિવાઇસ)નું અન્ય ડિવાઇસ માટે વિઝિબલ બંધ કરી દો.
હંમેશાં ડિવાઇસમાં લેટેસ્ટ સોફ્ટવેર અને ઉપલબ્ધ સિક્યોરિટીને અપડેટ કરતા રહો.
પબ્લિક વાઇ-ફાઇનો યૂઝ ક્યારેય ન કરવો.
બ્લૂબગિંગથી બચવા માટે હંમેશાં High-quality VPN સર્વિસ એક સારો ઉકેલ છે.