રાજસ્થાનના પાલીમાં બાંદ્રા ટર્મિનસથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રાતે લગભગ 3.27 વાગ્યાની આસપાસ આ ઘટના થીઆ જે બાદ રેલવે તંત્રમાં હડકંપ મચી ગયો હતો. જોકે કોઈ જાનહાનિની સૂચના મળી રહી નથી. દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર જયપુર હેડક્વાર્ટરથી ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલો સોંપવામાં આવ્યો છે અને ઘટનાસ્થળે જવા માટે પણ અધિકારીઓ રવાના થઈ ગયા છે.

ANI દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર મારવાડ જંકશનથી માત્ર પાંચ મિનિટ બાદ જ ટ્રેનમાં વાઇબ્રેશનનો અવાજ આવ્યો અને બે થી ત્રણ મિનિટ બાદ ટ્રેન રોકાઈ ગઈ. મુસાફરો નીચે ઉતર્યા તો જોયું કે પાટા પરથી ડબ્બા ઉતરી ગયા, તાત્કાલિક ઍમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ હતી.





