Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓનલાઈન ગેમિંગ પ્લેયર્સ માટે ફિઝિકલ ભારતીય એડ્રેસ અને ફરજિયાત વેરિફિકેશન

નિયમો ફેબ્રુઆરીથી લાગુ થશે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને Metaverse પણ આ નિયમોમાં સામેલ થશે

aaspassdaily by aaspassdaily
2023-01-03 11:40:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સરકારે સોમવારે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. ડ્રાફ્ટ મુજબ સરકારે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે સેલ્ફ રેગુલેટરી મિકેનિઝમ, પ્લેયર્સ માટે ફરજિયાત વેરિફિકેશન અને ફિઝિકલ ભારતીય એડ્રેસનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમજ ઓનલાઈન ગેમિંગ કંપનીઓને નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) નિયમો હેઠળ લાવવામાં આવશે. આ નિયમો વર્ષ 2021માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે જાહેર કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે અગાઉ ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીને સરકાર દ્વારા કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવી હતી.
બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર, ડ્રાફ્ટમાં સુધારાનો હેતુ ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીના વિકાસને જવાબદાર રીતે સક્ષમ બનાવવાનો છે. ડ્રાફ્ટ અનુસાર તમામ ઓનલાઈન ગેમ્સ અને ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે નિયમો બનાવવામાં આવશે, જે આવતા મહિને ફેબ્રુઆરીથી લાગુ થઈ શકે છે. ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને Metaverse પણ આ નિયમોમાં સામેલ થશે. ડ્રાફ્ટમાં મહિલાઓ અને બાળકો માટે ઓનલાઈન ગેમિંગને વધુ સુરક્ષિત બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ડ્રાફ્ટ નિયમોમાં કહ્યું છે કે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે ભારતમાં લાગુ થતા કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. ઉપરાંત જુગાર કે સટ્ટાબાજીને લગતો કોઈપણ કાયદો આ કંપનીઓને લાગુ પડશે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે 2021માં જાહેર કરવામાં આવેલા નવા આઈટી નિયમો હેઠળ આવરી લેવામાં આવશે. નવા ડ્રાફ્ટમાં ઓનલાઈન ગેમિંગ મધ્યસ્થીએ નિયમો હેઠળ જરૂરી નિયમોનું પાલન કરવું પડશે, જેમાં તેના વપરાશકર્તાઓને ઓનલાઈન ગેમ હોસ્ટિંગ, પ્રદર્શન, અપલોડ, પ્રકાશન, ટ્રાન્સમિટ અને શેર ન કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે.
ડ્રાફ્ટ અનુસાર સેલ્ફ રેગુલેટરી બોડી આ નિયમોની દેખરેખ કરશે. નિયમોના ડ્રાફ્ટમાં ગેમિંગ કંપનીઓ માટે ચકાસણીની વધારાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આમાં ઑનલાઇન ગેમ માટે રજીસ્ટ્રેશન અને ગેમમાં સામેલ થનાર વ્યક્તિઓની ડિપોઝિટના ઉપાડ અથવા રિફંડ, જીત અને ફીની વિગતો અને રમતોમાં ભાગ લેનાર વ્યક્તિઓને અન્ય શુલ્ક વિશે જાણ કરવાનો સમાવેશ થાય છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સેલ્ફ રેગુલેટરી બોડી, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સાથે રજીસ્ટર કરવામાં આવશે. તે ઓનલાઈન ગેમ્સની નોંધણી પણ કરી શકશે જે સભ્યો છે અને જે ચોક્કસ માપદંડોને પૂર્ણ કરે છે. આ સંસ્થા ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા ફરિયાદોનું નિરાકરણ પણ કરશે.

Tags: indiaragistration fo online gaming
Previous Post

ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

Next Post

તમિલનાડુમાં કુડ્ડલોર જિલ્લામાં ત્રિચી-ચેન્નઈ નેશનલ હાઈવે પર

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post

તમિલનાડુમાં કુડ્ડલોર જિલ્લામાં ત્રિચી-ચેન્નઈ નેશનલ હાઈવે પર

સિંગાપોર-થાઈલેન્ડ મારફત આવતા પ્રવાસીઓ માટે પણ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજીયાત

સિંગાપોર-થાઈલેન્ડ મારફત આવતા પ્રવાસીઓ માટે પણ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજીયાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.