ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ., ભાવનગર દ્વારા મંડળીના સભાસદો અને મંડળી સાથે સંકળાયેલા તમામ વ્યકિત / સંસ્થા કે પેઢીને નવા વર્ષની શરૂઆતમાં શુભેચ્છાઓ સાથે એક આકર્ષક કેલેન્ડર ફાળવી કરવામાં આવતી હોય છે. છેલ્લા ૭ વર્ષથી શરૂ કરવામાં આવેલ નવી પ્રથા પ્રમાણે નૂતન વર્ષની શરૂઆતમાં જ શુભેચ્છાઓ સાથે એક આકર્ષક કેલેન્ડર મંડળી દ્વારા દરેક સભાસદો અને મંડળી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિ / સંસ્થા કે પેઢીને વિતરણ કરવામાં આવેલ. મંડળી દ્વારા વર્ષ ઃ ૨૦૨૩ માટે તૈયાર થયેલ કેલેન્ડરનું વિમોચન યુનિવર્સિટીના ઇ.સી. સભ્ય ડો. ગિરીશભાઈ પટેલ અને યુનિવર્સિટીના વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને મંડળીના વિવિધ હોદ્દેદારો દ્વારા કરેલ.