ભાવનગરના ચિત્રા-ફુલસર વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા યુવાન લખનભાઈ સંદીપભાઈ મકવાણા ( ઉં. વ.૧૯ ) એ ગત તા.૫/૧ ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેને ગંભીર હાલતે સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,જ્યાં તેનું ગત રાત્રીના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરના ચિત્રા,ફિલ્ટરની ટાંકી પાસે આવેલ મીરાનગરમાં રહેતા વૃદ્ધ મહિલા જયાબેન કનુભાઈ ચારોલિયા ( ઉ.વ.૬૦ ) એ ટોપથ્રી નજીક રહેતા કાળુ નામના શખ્સના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.