ભાવનગરના ઘોઘા જકાતનાકા, શાક માર્કેટ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી રીક્ષા સાથે ત્રણ શખ્સને એલ.સી.બી.એ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.બી. પોલીસ કાફલો આજે વહેલી સવારે શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે રીક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા પરેશ ઝીણાભાઈ વેગડ, વિશાલ વિનુભાઈ ખસિયા રહે. બંને ઘોઘા જકાતનાકા તેમજ કૌશિક મૂળજીભાઈ ગોંડલીયા રહે. જેલ ગ્રાઉન્ડ વાળાને ઝડપી લીધા હતા.


એલ.સી.બી.એ ઇંગ્લિશ દારૂની ૨૮ બોટલ, રીક્ષા મળી કુલ રૂ. ૧,૧૮,૯૩૦ નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.



