Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ત્રીજી નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ભાવનગર યુનિવર્સિટી યોગ હોલે સજ્ર્યો રેકોર્ડ

૧૧ ખેલાડીઓએ એકસાથે ૧૩ મેડલ મેળવ્યાની ઐતિહાસિક ઘટના ભાવનગરના નામે

aaspassdaily by aaspassdaily
2023-01-10 13:46:41
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં અંધેરી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, મુંબઈ ખાતે તા.૧૯ થી ૨૨ ડીસેમ્બર દરમ્યાન યોજાયેલ ત્રીજી નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ભાવનગરની ટીમનો દબદબો રહયો. ભાવનગરમાંથી એક માત્ર સ્થળ એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી યોગ હોલ. આખા ઈન્ડીયાની સ્પર્ધામાં આ એક જ યોગ હોલનાં ખેલાડીઓએ અનેક રેકોર્ડ સર્જી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં ભાવનગરને ચાર ચાંદ લગાવ્યા છે.
યોગાસન સ્પોર્ટસ એસોસિએશન ઓફ ભાવનગરનાં જનરલ સેક્રેટરી રેતુભા ગોહિલ (માલવણ)નાં જણાવ્યા અનુસાર ૧૩ માંથી ૧૨ ખેલાડીઓ એક જ સ્થળેથી હોય અને એમાંય ૧૧ ખેલાડીઓએ એક સાથે ૧૩ મેડલ એક જ સ્થળને અપાવ્યા હોય તેવી પ્રથમ ઘટના છે. ગુજરાતની ટીમને કુલ–૨૫ મેડલ્સ મળ્યા છે. જેમાં અર્ધાથી વધુ એટલે કે ૧૩ મેડલ તો એક માત્ર ભાવનગર યોગ હોલને મળ્યા છે. યોગ હોલની બે દિકરીઓ ઋચા ત્રિવેદી અને યજુર્વિ જાેષી ૨–૨ ગોલ્ડ મેડલ મેળવી મોખરે રહી છે. યુનિવર્સિટી યોગ હોલની પાંચ દિકરીઓએ ગોલ્ડ મેડલ મેળવી રેકોર્ડ બનાવ્યો છે.
ગુજરાતને સબ જૂનિયર અને જૂનિયર ગર્લ્સ ગૃપ ઈવેન્ટમાં ચેમ્પિયન ટ્રોફીઓ મળી છે તેમાં પણ વધુ સંખ્યા આ હોલની રહી છે. અફસોસની બાબત એ રહી કે ભાઈઓનાં બેમાંથી એકેય ગૃપ ઈવેન્ટમાં પૂરી ટીમો ન થઈ નહિતર બીજા દસ ગોલ્ડ મેડલ મેળવવામાં પણ ભાવનગર મોખરે રહયું હોત તો વધુ બે રેકોર્ડ પણ બન્યા હોત. ભાવનગરના આ ખેલાડીઓ થકી ઓલ ઓવર ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમને ચેમ્પિયન ટ્રોફી મળેલ છે. આ તમામ ખેલાડીઓને યોગ કોચ રેતુભા ગોહિલ ઘ્વારા સધન તાલીમ આપવામાં આવી રહી છે. ભાવનગરની આ અદ્ભુત સફળતાને પદાધિકારીઓ સંતોષભાઈ કામદાર, મહેન્દ્રભાઈ ત્રિવેદી, ડો. આર.જે. જાડેજા અને ડાયાભાઈ કામદાર દ્વારા બિરદાવવામાં આવેલ છે.

Tags: bhavnagarrecordyog championsheep
Previous Post

બાલવાટિકા પાસેથી બે ઈસમ ઈંગ્લીશ દારૂ અને બિયર સાથે ઝડપાયા

Next Post

વાહનના ક્લેઇમની રકમમાં કંપનીએ કપાત કરતા ૯ ટકા વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ

aaspassdaily

aaspassdaily

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
દીકરાની ક્રુરતાપૂર્વક હત્યા કરનારી સાવકી માતાને ફટકારી આજીવન કેદ

વાહનના ક્લેઇમની રકમમાં કંપનીએ કપાત કરતા ૯ ટકા વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ

ભાવનગરની સેન્ટ મેરી હાઇસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનું ૫૩ વર્ષે યોજાશે સુવર્ણ મિલન

ભાવનગરની સેન્ટ મેરી હાઇસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનું ૫૩ વર્ષે યોજાશે સુવર્ણ મિલન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.