ટૂંક સમયમાં જ ભારતના સંરક્ષણમાં વધુ એક કવચ ઉમેરાવા જઈ રહી છે. મંગળવારે સાંજે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-2નું પ્રશિક્ષણ પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. 10 જાન્યુઆરીની સાંજે ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી છોડવામાં આવ્યું હતું જેમાં મિસાઈલ તેના તમામ માપદંડોને પૂર્ણ કરીને સચોટપણે લક્ષ્યને ફટકારી હતી.
આ સફળ પરીક્ષણ વિશે માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઈલ ભારતના પરમાણુ પ્રતિરોધકનો અભિન્ન ભાગ છે. આ મિસાઈલે ખૂબ જ ચોકસાઈથી પોતાના લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. યુઝર ટ્રેનિંગ લોન્ચે મિસાઈલના તમામ ઓપરેશનલ અને ટેક્નિકલ પરિમાણોને સફળતાપૂર્વક માન્ય કર્યું હતું.
પૃથ્વી મિસાઇલ ભારતમાં ઉત્પાદિત અને દેશના પ્રતિષ્ઠિત IGMDP હેઠળ વિકસિત થનારી પ્રથમ મિસાઇલ છે, જે ભારતની પરમાણુ પ્રતિરોધકતાને મજબૂત બનાવે છે. આ પહેલા જૂન 2022માં પણ આ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022માં તેના સંરક્ષણને મજબૂત બનાવતા, ભારતે સબમરીનથી લોંચ કરાયેલી બેલેસ્ટિક મિસાઈલ, સ્વદેશી રીતે વિકસિત હેલિકોપ્ટર-લોન્ચ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ‘હેલિના’, લેસર-ગાઈડેડ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ, નેવલ એન્ટી-શિપ મિસાઈલ, ક્રિક રિએક્શન સરફેસ ટૂ એર મિસાઇલ, સરફેસ ટૂ એર મિસાઇલ, વર્ટિકલ લોન્ચ શોર્ટ રેંજ સરફેસ ટી એર મિસાઇલ અને મેન પોર્ટેબલ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલને સામેલ કરવામાં આવી છે.