ગુજરાત સરકારે બુધવારે મળેલી કેબિનેટમાં લીધેલાં નિર્ણય અંગે પ્રવક્તા પુત્રી ઋષિકેશ પટેલે ભાંગરો વાટી નાખ્યો હતો. સરકારના નિર્ણયને સમજ્યા વિના તેમણે જાહેર કરી નાંખ્યું કે આનાં ગુજરાતની તમામ જમીનોનો કરી સરવે કરાશે અને અગાઉ થયેલાં તમે સરવે રદ ગણાશે. આ મામલો પ્રકાશમાં આવતાં મુખ્યમંત્રી કાર્યાલયને સ્પષ્ટતા કરવા આગળ આવું પડ્યું હતું, જેનાથી સરકાર માટે નીચા જોણું થયું હતું આખરે મુખ્યમંત્રી કાર્યાલયે આ મામલે સ્પષ્ટતા કરવી પડી હતી.
જમીન માપણી વિવાદ ભૂપેન્દ્ર પટેલ સરકારના ગળાનું હાડકું બને તો નવાઈ નહીં. આ પહેલાં આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી આ પ્રકરણમાં દાજી ચૂક્યા હોવા છતાં પટેલે આ મામલામાં હાથ નાખ્યો છે એટલે હાથ દાઝવાના કે જશ મળવાનો નક્કી છે. કારણ કે જે ખેડૂતોની જમીન ઓછી થશે એ ફરી રિ સરવેની માગણી કરવાના છે. હાલમાં 1.06 લાખ અરજીઓ છે જે વધીને 5 લાખ થવાની છે. જમીન એ એક એવો વિષય છે જેમાં એક ગૂંઠો ઓછો પણ હાલના સમયમાં કોઈને પાલવે એમ નથી. આ સળગતો મામલો છે એમાં ભૂપેન્દ્ર પટેલે એન્ટ્રી કરી છે. રૂપાણી સરકાર રિસરવેને નામે 700 કરોડનો પ્રોજેક્ટ આપી ચૂકી છે.
કેબિનેટ બેઠકમાં સરકારે નક્કી કર્યું હતું કે રાજ્યમાં અત્યારે સુધીમાં થયેલાં જમીન સરવેમાં જ્યાં ક્ષતિ જણાઈ. હોય કે કબ્જેદારોને ફરિયાદ હોય, તેટલી જમીનોનો ફરી સરવે કરાવવો. આ માટે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાથી પ્રક્રિયાનો પ્રારંભ કરાવવો, પણ ઋષિકેશ પટેલે આખી વાતનું અર્થઘટન ખોટું કરી જાહેરાત કરી દેતાં સરકાર મૂંઝવણમાં મુકાઇ હતી. મુખ્યમંત્રી કાર્યાલયે પટેલને આ અંગે સ્પષ્ટતા કરતું નિવેદન કરવાની સૂચના આપવી પડી હતી. જેને પગલે ઋષિકેશ પટેલે ફરી જાહેરમાં આવીને ખુલાસો કરવો પડ્યો હતો. ઋષિકેશ પટેલની સ્પષ્ટતા બાદ પણ વિવાદો થવાના નક્કી છે.
રાજ્ય સરકારને તમામ 33 જિલ્લાઓનાં થી 1.06 લાખ ખેડૂતોની અરજી મળી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે ખાતેદારો પાસેથી ના-વાંધા માટેની પ્રક્રિયા કરી હતી. તે દરમિયાન અલગ-અલગ જિલ્લામાંથી સરકારને મળેલી અરજીઓ બાદ આ નિર્ણય લેવાયો છે. હવે સરકાર આ સરવે દરમિયાન મહેસૂલ વિભાગના અધિકારીઓને પણ જોડશે અને ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરશે. હવે આ મામલો કેટલો તુલ પકડે છે એ તો આગામી સમય જ બતાવશે