સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે ન્યાયપાલિકાને ભાષાકીય સ્તર પર કામ કરવાની જરૂર છે. તેમને કહ્યું કે જે લોકો માટે તે કામ કરી રહ્યા છે, તે લોકો સુધી પહોંચવા માટે તેમને તેમની જ ભાષામાં જાણકારી આપવી પડશે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જ્યાં સુધી આપણે લોકોની ભાષામાં તેમનો સંપર્ક નહીં કરીએ તો મોટાભાગના લોકો તેનાથી બચી જશે. આ સ્ટેટમેન્ટનો વીડિયો શેયર કરતા વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે આવું થયું તો ઘણા લોકોને મદદ મળશે. CJI ડીવાય ચંદ્રચૂડે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે અમારો આગામી ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટના જજમેન્ટની કોપીઓને દરેક ભારતીય ભાષામાં તેમના સુધી પહોંચાડવાનો છે. આ દરમિયાન, માહિતી લોકો સુધી ન પહોંચવા અને ભાષાના અવરોધ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે જ્યાં સુધી આપણે નાગરિકો સાથે તેમની ભાષામાં વાત નહીં કરીએ, ત્યાં સુધી અમે જે કરી રહ્યા છીએ તે ૯૯ ટકા લોકો સુધી પહોંચશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CJIના આ વીડિયોને શેયર કરતા લખ્યું છે કે આ ખુબ જ પ્રશંસનીય વિચાર છે. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું ‘તાજેત્તરમાં જ એક કાર્યક્રમમાં માનનીય CJI જસ્ટિસસ ચંદ્રચૂડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સને સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. તેમને તેના માટે ટેક્લોનોજીના ઉપયોગની વાત કરી છે. આ ખુબ જ પ્રશંસનીય વિચાર છે, તેનાથી ઘણા લોકોને મદદ મળશે, ખાસ કરીને યુવાનોને ઘણી મદદ મળશે.’વડાપ્રધાન મોદીએ આ સંબંધિત બીજુ ટ્વીટ કર્યુ છે. તેમને બીજા ટ્વીટમાં લખ્યું કે ‘ભારતમાં એવી ઘણી ભાષાઓ છે જે આપણી સાંસ્કૃતિક જીવંતતામાં વધારો કરે છે. કેન્દ્ર સરાકર પણ દેશમાં સ્થાનિક ભાષાઓને વ્યાપ વધારવા માટે ઘણા મહત્વના પગલાં લઈ રહી છે. ક્ષેત્રીય ભાષાઓમાં વિદ્યાર્થીઓને વિષય પણ ઉપલબ્ધ કરાવવાની કવાયત ચાલી રહી છે. જેમાં એન્જીનિયરિંગ અને મેડિસિન જેવા વિષય સામેલ છે, જે માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.’