આગામી તા.૨૯થી વડોદરા ખાતે રમાનારી વેસ્ટઝોન અન્ડર-૧૪ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે સૌરાષ્ટ્રની ટીમમાં ભાવનગરના છ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં આર્ય મણીયાર લેફ્ટ આર્મ લેગ સ્પીનર બેસ્ટમેન ઓલ રાઉન્ડર, મંથન રાવલ મીડીયમ પેસ બોલર ઓલ રાઉન્ડર, યુગ વાઘાણી આક્રમક ઓપનીંગ બેસ્ટમેન, સાર્થક મારૂ સ્ટાઇલીસ્ટ મીડલ ઓર્ડર બેસ્ટમેન, યુવરાજ વાઘેલા રાઇટ આર્મ ઓફ સ્પીનર અને જીતરાજસિંહ ગોહિલ લેફ્ટ આર્મ લેગ સ્પીનરનો સમાવેશ થાય છે. પ્રતિક્રિયા આપતા ભાવનગર ડીસ્ટ્રીક્ટના ટીમના કોચ ઇનાયતખાન પઠાણ અને રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવેલ કે આવતા સમયમાં આ ટાબરીયાઓ ભાવેણાનું નામ રોશન કરશે.






