જુની છાપરી (તા.તળાજા) પ્રા. શાળામાં દાતા પરમાણંદદાદા શાહ પ્રેરિત તથા સૂરજબા ચુનીલાલ છગનલાલ શાહની ભેટથી નિર્મિત “સૂરજબા જલધારા” પીવાના પાણીના પરબનો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં દાતાઓ તથા તેમની ટીમ ઉપરાંત ગામના પદાધિકારીઓ, આગેવાનો, શિક્ષણ ક્ષેત્રના કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા.