રામચરીત માનસ વિવાદ શમવાનું નામ નથી લેતો હવે હિન્દુઓના પવિત્ર ગ્રંથ રામચરીત માનસના કેટલાંક પાનાની ફોટો કોપી સળગાવવાનાં આરોપમાં સમાજવાદી નેતા અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય સહીત 10 લોકો સામે એફઆરઆઈ લખનૌના પીજીઆઈ પોલીસ સ્ટેશનમાં સતનામસિંહ લવી નામનાં શખ્સે નોંધાવી છે.
એફઆઈઆરમાં આરોપ લગાવાયો છે કે રામચરીત માનસના પાનાની ફોટો કોપી સળગાવવાથી શાંતી ભંગ થઈ શકે છે.આ ફરીયાદ બાદ પોલીસ એકશનમાં આવી ગઈ છે.એફઆઈઆરમાં સ્વામી પ્રસાદ મૌર્ય ઉપરાંત યશપાલસિંહ લોધી, દેવેન્દ્ર પ્રતાપ યાદવ, મહેન્દ્ર પ્રતાપ યાદવ, સત્યેન્દ્ર કુશવાહા, નરેશસિંહ, સુજીત યાદવ, સંતોષ વર્મા, એસએસ યાદવ, સલીમ અને અન્ય અજ્ઞાત વ્યકિતના નામ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે સપાના રાષ્ટ્રીય મહાસચીવ સ્વામી પ્રસાદ મૌર્યનાં સપોર્ટમાં અખિલ ભારતીય ઓબીસી, મહાસન્માન, કાર્યકરોએ રવિવારે રામચરીત માનસનાં પેજની ફોટો કોપી જલાવી હતી અને વૃંદાવન સેકટરમાં સાંકેતિક વિરોધ પ્રદર્શન થયુ હતું. આ મામલે અખિલ ભારતીય ઓબીસી મહાસભાનાં પદાધિકારી દેવેન્દ્ર પ્રતાપ યાદવે જણાવ્યું હતું કે અમ રામ ચરીત માનસની નહી,પણ જયાં વાંધાજનક ટીપ્પણી મહિલાઓ અને શુદ્રો સામે છે તેની ફોટોકોપી સળગાવી હતી. વાંધાજનક ટીપ્પણીઓ પર બાન લગાવવો જોઈતો હતો પણ સરકારે આ મામલે કોઈ પગલા નથી લીધા.
સ્વામી પ્રસાદ મૌર્યનું માથુ કાપી નાખનારને 21 લાખનું ઈનામ
રામચરિત માનસનો વિવાદ શમવાનું નામ નથી લેતો. સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય રામ ચરીત માનસને લઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરતાં નારાજ થયેલા હનુમાનમઢીના પુજારી રાજુ દોસ એક વિડીયો જાહેર કરેલ સ્વામી પ્રસાદ મૌર્યનું માથુ કાપી નાખવાનું એલાન કર્યું હતું અને માથુ કાપી નાખનારે 21 લાખ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. બીજી બાજુ અન્ય સંતોષવા સ્વામી પ્રસાદ મૌર્યને અજ્ઞાની જણાવી સંયમીત આક્રોશ વ્યકત કર્યો છે. આચારી મંદિરનાં મહંત વિવેક આચારીએ પણ સપા નેતા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.