અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1 ફેબ્રુઆરીએ ત્રીજી ટી-20 મેચ યોજાવા જઈ રહી છે. જેને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 1 લાખ લોકો મેચ જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ પહેલા સ્ટેડિયમ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે 4 કાશ્મીરી યુવકોની અટકાયત કરી લીધી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ત્રીજી ટી-20 મેચ પહેલા અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર કાશ્મીરી યુવકોની શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે અટકાયત કરવામાં આવી છે. કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અંજામ આપે તે પહેલાં જ તેમને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. આ યુવકો સ્ટેડિયમ શા માટે આવ્યા હતા તે અંગે ક્રાઇમ બ્રાંચે યુવકોની પુછપરછ હાથ ધરી છે.
બુધવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ટી20 મેચને લઈ ક્રિકેટ ચાહકોમાં આતુરતા છે. બંને ટીમો અંતિમ મેચને લઈ અમદાવાદ પહોંચી ચુકી છે. બીસીસીઆઈએ અમદાવાદ પહોંચ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેને ક્રિકેટ ચાહકોએ ખૂબ પસંદ કર્યો છે. અમદાવાદમાં ટી20 સિરીઝની રોમાંચ ભરી મેચ જોવા મળશે. સિરીઝમાં બંને ટીમો બરાબરી પર છે. આવી સ્થિતીમાં બંને ટીમો માત્ર મેચ જ નહીં પરંતુ સિરીઝ જીતવા દમ લગાવશે. ભારત વનડે સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમના સુપડા સાફ કરી ચુક્યું છે. હવે ટીમ ઈન્ડિયા ટી20 સિરીઝમાં પણ 2-1 થી સિરીઝ જીતવા માટે પુરી તાકાત લગાવી દેશે.
અત્યાર સુધીમાં વેચાઈ ગઈ છે 60 હજાર કરતા વધારે ટિકિટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાનારી મેચ માટે 23 જાન્યુઆરીએ ઓનલાઈટ ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું હતું. જ્યારે 27 જન્યુઆરીએ ટિકિટનું ઓફલાઈન વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 60 હજાર કરતાં વધુ ટિકિટ વેચાઇ ગઇ છે. 90 હજાર પ્રેક્ષકો મેચ જોવા આવે તેવી અપેક્ષા છે. હજુ ઓનલાઇન અને ઓફલાઇ ટિકિટનું વેચાણ ચાલુ જ છે. મેચને લઇને અમદાવાદ સ્ટેડિયમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે.