અમદાવાદ શહેરનાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં 12માં માળે આગ લાગવાની ઘટના બની છે. આ આગને કાબુમાં લાવવા માટે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. હાલ આગને કાબુમાં લેવાનાં તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.
આ આગ કયા કારણોસર લાગી છે તે હજી સ્પષ્ટ થયું નથી.આગને કારણે સદનસીબે હાલ કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી.આ આગમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, 12માં માળે લાગેલી આ ભયાનક આગ 14માં માળ સુધી પહોંચી છે. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનીનાં કોઇ સમાચાર નથી. બે વૃદ્ધોનો શ્વાસ રૂંધાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસની ટીમ સાથે ડેપ્યુટિ કમિશ્નર રમેશ મેરજા પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.