સને ૨૦૨૩-૨૪ના વર્ષનું સપ્તર્ષિ મંત્ર આધારિત અમૃતકાળ બજેટ રજુ કરવામાં આવ્યું. જેમાં વિકસિત ભારતની આકાંક્ષાઓ અને સંકલ્પો માટે એક મજબૂત પાયો નાખેલ છે. કૃષિ અને સહકારી ક્ષેત્ર માટે મહત્વના લાભ આપતી જાહેરાત કરવામાં આવી છે. આગામી ૨૫ વર્ષના અમૃતકાળ માટે આ અમૃતકાળ બજેટથી વિકાસનો પાયો નાખેલ છે. બજેટથી રોજગારીની સેકડો તકોનું નિર્માણ થશે. યુવાનોને કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવેલ છે. તેમજ એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ બનાવવાથી ફાયદો થશે. કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી ધ્વારા ઉત્પાદન અને નફો વધશે.
અન્ન યોજના માટે ભારત વિશ્વનું હબ બનશે જે ખુબ આવકારદાયક છે. કૃષિક્ષેત્ર, પશુપાલન અને ડેરી તેમજ સહકાર મંત્રાલય માટે માતબર રકમની ફાળવણીથી દેશમાં ખેડૂતોની આવક વધારવા માટે ખેડૂતોના પડકારોનો આર્થિક ઉકેલ મળશે. સહકારી ક્ષેત્રને આ બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપીને વ્યાપ વધારવા પર ભાર મુકેલ છે. સહકારી ક્ષેત્રના માધ્યમથી ગ્રામીણ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ભાર મુકવામાં આવેલ છે. સહકારી મંડળીઓ માટે રોકડ ઉપાડની મર્યાદા ૧ કરોડથી વધારી ૩ કરોડ કરવામાં આવેલ છે જેથી ૨ ટકા ટીડીએસનો ફાયદો થશે. ગોબરધન પ્રોજેક્ટમાં ૧૦,૦૦૦ કરોડના રોકાણથી દૂધ ઉત્પાદકોને દૂધની સાથે પશુઓના છાણમાંથી પણ આવક મેળવી શકશે. પશુઓના છાણમાંથી બયોગાસ મેળવીને ઇંધણ અને સીએનજી તરીકે ઉપયોગ કરશે તેમજ સલરીનો બાયોફર્ટીલાઈઝર તરીકે ખેતીમાં ઉપયોગ થશે. જેથી દૂધ ઉત્પાદક દૂધની આવક સાથે છાણમાંથી પણ આવક મેળવી શકશે. સરકારે મલ્ટી સ્ટેટ કો-ઓપ. ઓર્ગેનિક સોસાયટીની રચના કરી દૂધ ઉત્પાદકો, ઉપભોક્તા, દેશ અને પર્યાવરણ માટે સર્વગ્રાહી માર્ગ અપનાવ્યો છે.
આમ એકંદરે સહકારી માધ્યમથી લાંબાગાળા સુધી ખેડૂતોને ફાયદો થાય, દેશના અર્થતંત્રનો વિકાસ થાય એવી શુભાશય સાથે આ બજેટથી કૃષિ અને સહકારી ક્ષેત્રમાં લાભ થશે. આવી અનેકવિધ યોજનાઓ બદલ ભાવનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સર્વોત્તમ ડેરી, જિ. ભાવનગર (ગુજરાત)) તરફથી બજેટને આવકાર અપાયો હતો.