તા. ૪ ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં “વર્લ્ડ કેન્સર ડે” તરીકે ઉજવવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં કેન્સરના દર્દીઓ ખુબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. કેન્સરની સારવાર દરમિયાન ઘણા દર્દીઓમાં વાળ ઉતરવાની ફરીયાદ રહેતી હોય છે. આવા દર્દીઓ માટે એક અનોખા કાર્યર્ક્મ “બાલ્ડ ઇઝ બ્યુટીફૂલ” વિષય અંતર્ગત “હેર ડોનેશન ડ્રાઇવ” ભાવનગરમાં યોજાયેલ. જેમાં કોઇપણ તન્દુરસ્ત વ્યક્તી પોતાના વાળ ડોનેટ કરી શકે. જેનો ઉપયોગ વીગ બનાવવામાં થશે. આ કાર્યકમમાં મહાપાલિકાના મેયર કીર્તિબેન દાણીધરીયાએ પોતાના વાળનો કેટલોક હિસ્સો દોનેટ કર્યો હતો.