ભાવનગર મહાપાલીકાના એસ્ટેટ વિભાગે કમિશનર એન.વી ઉપાધ્યાયની સૂચના અને સીધી દેખરેખ તળે આજે સોમવારે શહેરના શાસ્ત્રીનગરમાં આવેલ વિશ્વકર્મા સર્કલની આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલ દબાણનો સફાયો કર્યો હતો, અહીં એક ટ્રાવેલ્સ એજન્સીની દિવાલે કતારબધ્ધ રીતે કેબીનો, લારી ખડકાઈ ગઈ હતી જે હટાવવા સાથે આઠ કેબીનો મહાપાલિકાએ લીધી હતી.
આ ઉપરાંત અન્ય દબાણો પણ હટાવ્યા હતા. તંત્રની કામગીરીના પગલે દબાણ કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો.