શનિવારે સાંજે એકાએક મહેસુલ વિભાગે જંત્રીના ભાવો હવેથી ડબલ ગણવાનો અને જે ભાવ ચાલે છે તેમાં સો ટકા નો વધારો કરવાનો ઠરાવ જાહેર કરીને સમગ્ર ગુજરાતની આમ પ્રજા પર કમર તોડ હથોડો માર્યો.
ખેડૂતોમાં આ વધારાથી ભારોભાર રોષ જાવાં મળે છે. ખેતીની જમીનના ચોરસ મીટર મુજબ ભાવો રૂપિયા ૩૦ હતાં તેના હવે ૬૦ થતા વેચાણ લેનાર ખેડૂતોને મોટાં પ્રમાણમાં સ્ટેમ્પ ડ્યુટી ચુકવવી પડશે એટલે જે દસ્તાવેજા કરવાનો કર ફી રૂપિયા ૪૦૦૦૦ હતી તે હવે ૮૦,૦૦૦ થશે.બીજી તરફ મધ્યમ વર્ગીય પરિવારો કે જેમને પોતાનું ઘરનું ઘર ખરીદવાની શહેરમાં માંડ તેવડ ઊભી થઈ હોય તેમાં દસ્તાવેજની આટલી મોટી કિંમત તે ચૂકવી શકે તે માટે સક્ષમ નથી ..!સરકારે જમીન અને મિલકતની સરાસરી કિંમત નક્કી કરવા કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર રાતોરાત આવો મનઘડત ભાવ વધારો ગુજરાતમાં ૨૦ લાખ પરિવારોને અસર કરતાં સાબિત થવાનો છે. ૨૦ લાખ પરિવાર એટલે લગભગ ગુજરાતના એક કરોડ લોકો કે જેને આ નિર્ણયથી સીધી અસર થવાની છે એ બધાં જ આ નિર્ણયથી અત્યંત નારાજ દેખાઈ રહ્યાં છે. ટૂંક સમયમાં વિવિધ ખેડૂતો સંગઠનો આ અંગેનો વિરોધ વ્યક્ત કરવા માટે વિવિધ તબક્કે આંદોલનોની શરૂઆત કરશે. ખેડૂતો સામે પણ અનેક પ્રકારના પ્રશ્નો તો ઊભાં છે જે સરકાર સોલ્વ કરી શકતી નથી. અને તેમાં વધારો કરતા રહેવાનું સરકારનું આ વલણ ખેડૂત વિરોધી માનવામાં આવે છે. ટ્રેક્ટરની ખરીદીમાં આપવાની સબસીડી બે -બે વર્ષ સુધી મળતી નથી. નાનાં અને મોટાં ટ્રેકટરોમાં વાહન વ્યવહાર જે ટેક્ષ્ટ લેવામાં આવે છે તે નાબૂદ કરવાની માંગ પણ વર્ષોથી પડતર છે. આશ્ચર્યતો એ છે કે આવો મોટો નિર્ણય કરતાં પહેલાં સરકારમાં કાર્યરત એવાં જન પ્રતિનિધિઓને કોઈને વિશ્વાસમાં લેવામાં આવ્યાં નથી. તો આવો નિર્ણય ક્યાંથી અને કેવી રીતે લેવાય રહ્યો છે, તે પણ એક સવાલ છે ? ખેડૂત અને મધ્યમ વર્ગીય પરિવારની માંગ છે કે તાત્કાલિક નિર્ણય પરત લેવો જાઈએ અને નવા નાણાકીય વર્ષથી થોડા -વતાં અંશે વધારો કરવો જાઈએ. આ વધારો અમાનવીય છે અયોગ્ય કૃષિ વિકાસમાં બાધક છે.