રાજય સરકારના ગૃહવિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજ ખોરો વિરૂદ્ધ કડકાયથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામાં વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતિ લાવવાના હેતુથી અગાઉ જાહેર લોકદરબાર અને લોક સંવાદનું આયોજન કરવામાં આવેલ જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યા બાદ પોલીસમાં નિર્દેશન ભાવનગર ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જીલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી ભાવનગરની જનતાને બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે આજે તા. ૭ને મંગળવારે લોનમેળાનું આયોજન કરવામાં આવેલ.
આ લોનમેળામાં લોકોને સરળતાથી લોનમેળવવા અંગે મહિતીઓથી તથા લોનમેળવવા માટે બેંક દ્ગમ્હ્લઝ્ર તથ ધિરાણ સસ્થાઓ તરફતી માહિતગાર કરવામાં આવ્યા હતા. નાણાની જરૂરીયા વાળા લોકોને સહેલાઇથી અને ઓછા વ્યાજે નાણા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ મેળામાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.