આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા. ૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાશે જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવશે.
એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી) અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે. પુખ્ત વયના લોકોમાં ક્ષમતા બાલ્યાવસ્થામાં અને પ્રારંભિક બાળપણમાં તેની અસર સૌથી ગંભીર હોય છે. સગર્ભાવસ્થામાં આયર્નની ઉણપનો એનિમિયા પેરીનેટલ નુકશાન, અકાળે અને ઓછા જન્મ વજન તરફ દોરી શકે છે (ન્મ્ઉ) બાળકો. આયર્નની ઉણપનો એનિમિયા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ પ્રતિકૂળ અસર કરે છે. એનિમિયાની પ્રતિકૂળ અસરો એનિમિયાના ધટાડાથી ભૌતિક વિકાસ, અશક્ત જાતીય અને પ્રજનનક્ષમ વિકાસ ઘટાડી જ્ઞાનાત્મક વિકાસ, કામ આઉટપુટમાં ઘટાડો, કામ કરવાની ક્ષમતામાં ઘટાડો, એકાગ્રતામાં ઘટાડો, નબળી શીખવાની ક્ષમતા, અનિયમિત માસિક સ્રાવ, ન્મ્ઉ બાળકો અને ર્પ્રિટમ ડિલિવરી થઇ શકે છે.
ભાવનગર જિલ્લાનો જીલ્લા કક્ષાનો એનેમિયા મુકત ભારત અંતર્ગતનો ્૩ કેમ્પ તા. ૯/૨/૨૦૨૩ ના રોજ પાલીતાણા ખાતેની એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત મહિલા કોલેજ, કન્યા વિર્ધાલય તથા ભગીની મિત્ર મંડળ- પાલીતાણા ખાતે આયોજીત કરેલ છે આ કેમ્પમાં તમામ ધોરણ ૮ થી ધોરણ ૧૨ની તથા ઉચ્ચ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપ ચેક કરવામાં આવનાર છે. આ કેમ્પમાં દરેક વિર્ધાથીનીઓનું છમ્ૐછ(છટ્ઠએજરદ્બટ્ઠહ મ્રટ્ઠટ્ઠિં ૐીટ્ઠઙ્મંર છષ્ઠર્ષ્ઠેહં) કાર્ડ પણ તૈયાર કરવામાં આવશે. જેથી તેણીની ચકાસણીનો રેકર્ડ કાયમી નોંધ સ્વરુપે તેમાં નોંધાય રહે અને ભવિષ્યે વધુ સારવારની જરુર જણાયે ઉપયોગી બની શકે છે.
એનેમિયા મુકત ભારત અંતર્ગતના સદર ્૩ કેમ્પ અંતર્ગત તમામ એનેમિક કિશોરીઓને યોગ્ય આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવશે અને તેઓને આઈ.એફ.એ.ની ગોળીથી સારવાર આપવામાં આવશે.