ગુજરાત સહિત દેશભરમાં હાલમાં મોદીની ડિગ્રીઓનો મામલો ચર્ચાસ્પદ છે. ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ નરેન્દ્ર મોદીએ ૧૯૮૧થી ૧૯૮૨ દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું.
ગુજરાત સહિત દેશભરમાં હાલમાં મોદીની ડિગ્રીઓનો મામલો ચર્ચાસ્પદ છે. ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ નરેન્દ્ર મોદીએ ૧૯૮૧થી ૧૯૮૨ દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું. જેમાં વેબસાઈટ પર જાહેર થયેલા રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ પાર્ટ-૧ અને પાર્ટ-૨ એમ બંને પરીક્ષામાં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેડ મેળવ્યો હતો. મોદી પીએમની પરીક્ષામાં ફસ્ટક્લાસમાં પાસ થયા છે તેમ એમએની પરીક્ષામાં પણ ફ્સટક્લાસમાં પાસ થયા હતા. વેબસાઈટ પર જાહેર રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ એક્સટર્નલ પરીક્ષામાં કુલ ૪૯૯ માર્કસ મેળવ્યા
પાર્ટ-૧માં નરેન્દ્ર મોદીએ પોલિટિકલ સાયન્સના વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૩૭ માર્કસ મેળવ્યા હતા. જ્યારે પાર્ટ- ૨માં વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૬૨ માર્કસ મેળવ્યા હતા.આમ પાર્ટ-૧ અને પાર્ટ-૨માં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ કલાસ ગ્રેડ મેળવ્યો હતો. નરેન્દ્ર મોદીએ એમ.એ પોલિટિકલ સાયન્સ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કર્યુ હતું. ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પહેલાંની તમામ પરીક્ષાઓનો રેકોર્ડ સ્કેનિંગ કરીને ડિજિટલાઈઝ કરવામા આવ્યા છે ત્યારે યુનિ.એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એની ડિગ્રીનો રેકોર્ડ પણ સ્કેન કર્યો છે અને જેને વેબસાઈટ પર ઓનલાઈન જાહેર વામાં આવ્યો છે. આ રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ જુલાઈ ૧૯૮૧માં એમ.પાર્ટ-૧ ની પરીક્ષા પાસ કરી હતી.