ભાવનગરના ઘોઘાસર્કલ નજીક આવેલ રહેણાંકી મકાનમાં ફળિયામાં રાખેલા બે સ્કૂટરમાં આગ લાગતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી.આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ઘોઘાસર્કલ, યુનિયન બેન્કવાળા ખાંચામાં આવેલ પ્રાણલાલભાઈ જાશીના રહેણાંકી મકાનના ફળિયામાં પાર્ક કરેલા બે સ્કુટરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગની ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આગ લાગવાનું કારણ કે નુકસાની જાણી શકાઈ ન હોવાનું ફાયરભિગેડે જણાવ્યું હતું.





