પાલીતાણાના વીરપુર ગામમાં આવેલ સ્મશાન પાસેની બાવળની કાંટમાં જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે પાંચ શખ્સ ફરાર થઈ ગયા હતા. પાલીતાણાના વિરપુર ગામમાં આવેલ સ્મશાન નજીક બાવળની કાંટમાં અમુક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પાલીતાણા પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા છ શખ્સોએ ભાગવા માટે દોટ મૂકી હતી, પોલીસે ભાગવા જતા વિરપુર ગામના ભોળાભાઈ ભુપતભાઈ ગોહિલને ઝડપી લીધા હતા અને તેના કબજામાંથી રૂ. ૧,૫૦૦ રોકડા,એક મોબાઇલ તેમજ જુગાર સ્થળેથી બે મોટરસાઇકલ મળી કુલ રૂ. ૩૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાલીતાણા ટાઉન પોલીસે જુગાર રમતા ઝડપાયેલ ભોળાભાઈ ઉપરાંત ફરાર થઈ ગયેલા કિશોર રાઘવભાઈ ગોહિલ, પ્રકાશ વિનોદભાઈ સરવૈયા, અશોક ગોહિલ, સુનિલ રમેશભાઈ બકાલી, તેમજ શૈલેષ વિનોદભાઈ ચૌહાણ રહે.તમામ વીરપુર વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.