ભાવનગર મહાપાલિકાનો આજે ૧૪મી ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ છે ત્યારે કમિશનર ઉપાધ્યાયના માર્ગદર્શન અને સુચના તળે કોર્પોરેશનના જન્મદિવસની ઉષ્માપૂર્ણ ઉજવણી કરાઇ હતી. મહાપાલિકાના પ્રવેશદ્વારે કલાત્મક રંગોળી અને દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જ્યારે કમિશનર, ડે.કમિશનર સહિતના અધિકારી ગણ તથા કર્મચારી ગણે કોર્પોરેશનના પટાંગણમાં ઉપÂસ્થત થઇ સામુહિક રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
અગાઉના વર્ષોમાં મહાપાલિકાના જન્મદિવસની ટાઉનહોલમાં ઉજવણીનો કાર્યક્રમ થતો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરા વિસરાઇ છે ત્યારે કમિશનર ઉપાધ્યાયે આજે મહાપાલિકાનો જન્મદિવસ ઉજવી તેની યાદ અપાવી હતી. આજના દિવસે કોર્પોરેશન હસ્તકના બાગ-બગીચામાં પણ નગરજનોને ફીમાંથી મુÂક્ત અપાઇ છે. (તસવીર: મૌલિક સોની)