સિહોરમાં પ્રેમી પંખીડાનો સજોડે ગળાફાંસો ખાઈને આપઘાત
સિહોર ખાતે તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં આવેલ વડલાના ઝાડ સાથે દોરી બાંધી પ્રેમી પંખીડાએ લટકી જઇ આપઘાત કરવાનો બનાવ બનતા શકતા નથી જવા પામી છે.
સિહોર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં વડલાના ઝાડે દોરી બાંધી પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો હતો આ બનાવની જાણ થતા લોકોના ટોળા પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમની પાસેથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું જેમાં છોકરાનું નામ હાર્દિક કાળાભાઈ જમોડ ભાવનગરનો હોવાનું ખુલવા પામ્યું છે જ્યારે છોકરીની ઓળખ હજુ બાકી છે.