સોશ્યલ મીડીયામાં વિવિધ પ્રકારની સેવાઓ અને પ્રોડકટ માટે જે સરોગેટ એડ કે નિષ્ણાંતો દ્વારા અભિપ્રાય આપવામાં આવે છે તે ઈન્ફલુએન્સર એટલે કે ગ્રાહકો પર પ્રભાવ પાડી શકતા લોકો અને સેલીબ્રીટીઓની બોલબાલા છે અને દર 10માંથી 7 ભારતીયો આ પ્રકારની પ્રોડકટના જે સોશ્યલ મીડીયામાં પ્રચાર થાય છે તેના કારણે તેજ ઉત્પાદન ખરીદે છે.
હાલમાં જ સરકારે સોશ્યલ મીડીયામાં આ ઈન્ફલુએન્સરની ભૂમિકા અંગે નવા નિયમો જાહેર કર્યા છે જેમાં કોઈ પેઈડ કે અન્ય રીતે આ પ્રકારે સોશ્યલ મીડીયાએ કોઈ લાભની ગણતરીએ પ્રચાર કરતા હોય તો તેને તેનું ડીસ્કલેમર આપવું ફરજીયાત છે અને પોતે કયાં લાભથી આ પ્રોડકટ અંગે પ્રચાર કરી રહ્યા છે તે પણ જણાવવુ પડે તેમ છે.
આ અંગે હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે, 61 ટકા લોકો આ પ્રકારની એડ અંગેના વિડીયો કે ઓડિયો સહિતના પ્રચારમાં આવી જાય છે અને તેઓ તે ખરીદી કરે છે. ઈન્ફલુએન્સર દ્વારા પ્રોડકટના પ્રચાર માટે નાણા લઈને આડકતરી રીતે પ્રમોશન કરવામાં આવે છે.