ભાવનગર તળાજા હાઇવે પર આવેલ ભડી ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા અંબાજી મંદિરમાં સેવા પૂજા કરતા ભરતભાઈ દેવજીભાઈ મકવાણાને કાર અડફેટે લેતા તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તેના ભાઈ અમિતભાઈ મકવાણાએ કારના ચાલક વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.