ભાવનગર શહેરના ચિત્રા જી.આઇ.ડી.સી .વિસ્તારમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ ની લિફ્ટ તૂટી પડવાના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે .જયારે 5 વ્યક્તિઓ ને ઇજા થતા હોસ્પિટલ ખસેડાલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના ચિત્રા જી.આઇ.ડી.સી.માં આવેલ એક કોલ્ડ સ્ટોરેજ માં લિફ્ટ તૂટી પડતા કોલ્ડ સ્ટોરેજ માં કામ કરતા ધાર્મિક કુમાર અખિલેશભાઈ વિસનગરા અને જગદીપકુમાર શર્મા નામના વ્યક્તિઓના મોત થયા હતા .જ્યારે આ બનાવમાં અન્ય પાંચ વ્યક્તિઓને ઈજા થતાં તેઓને સારવારઅર્થે અત્રેની સર. ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.