ઝડપથી વૈશ્વીક એરલાઈન્સ બનવા માટે આગળ વધી રહેલી એર ઈન્ડીયાએ 470 વિમાનો ખરીદવાનો કરાર કર્યો છે તેમાં 70 વાઈડ બોડી એરક્રાફટ છે અને તે એર ઈન્ડીયાને ભારતથી વિશ્ર્વભરના તમામ શહેરોમાં નોનસ્ટોપ ફલાઈટ શરુ કરવામાં સૌથી વધુ મદદરૂપ બનશે. એરઈન્ડીયાએ કુલ 370 ડેસ્ટીનેશન નિશ્ર્ચિત કર્યા છે જયાં તબકકાવાર તે વધુ વિમાની સેવાનો પ્રારંભ કરશે.