મંગળવારે વહેલી સવારથી જ ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતમાં કુલ 70થી વધુ ઠેકાણાઑ પર આજે એક સાથે રેડ કરવામાં આવી છે. ટેરર ફંડિંગના કેસમાં NIA દ્વારા એક સાથે રેડ કરવામાં આવતા અપરાધીઓમા ફફડાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાત, પંજાબ, મધ્ય પ્રદેશ અને હરિયાણા સહિતના રાજ્યોમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે મીડિયા અહેવાલ અનુસાર ગેંગસ્ટર સાથે પૂછપરછમાં મળેલી અનેક જાણકારીઓના આધારે આ સમગ્ર કાર્યવાહી આજે કરવામાં આવી રહી છે. કુલ છ ગેંગસ્ટરોએ અન્ય ગેંગસ્ટર્સના નામ અને ઠેકાણા જાહેર કર્યા હતા. એવામાં આજે તેમના સાથીદારોના ઠેકાણાઑ પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.