ફાતીમા કોન્વેન્ટ પ્રી. પ્રાયમરી વિભાગનો વાર્ષિક દિન તા.૧૧ ફેબ્રુઆરીએ ભવ્ય રીતે ઉજવાયો હતો. ઉજવણીમાં લગભગ ૪૦૦ જેટલા બાળકોએ ઉત્સાહસભર ભાગ લઇ કાર્યક્રમને રંગીન અને આકર્ષિત બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં માનવજીવન અને પર્યાવરણ સંદર્ભિત કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.
મુખ્ય મહેમાન તરીકે રાજકોટ અને કચ્છ ઝોનના રીઝનલ કમિશનર, સીનીયર ૈંછજી ડો.ધીમંતકુમાર વ્યાસ તથા અતિથી વિશેષ પદે તળાજાના ડેપ્યુટી કલેક્ટર વિકાસ રાતડા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનોના હસ્તે દિપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ કે.જી.ના તારલા દ્વારા પ્રાર્થના ડાન્સ તથા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા વાલીગણને માર્ગદર્શન સાથે સચોટ સુચનો કર્યાં હતાં. અંતમાં કે.જી. વિભાગના પ્રિન્સીપાલ સિ. સરલાએ સૌ ભુલકાઓને અભિનંદન પાઠવ્યા તથા આભારવિધી કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરેલ.






