ભાવનગરના આંબાવાડી ખાતે અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રના સભ્ય અલ્પેશ સુતરીયા તથા સંગીતાબેન સુતરીયા બંને દંપતિઓ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇજિપ્ત ખાતે રમવા જવા રવાના થયા હતા, જે ભાવનગરનું ગૌરવની વાત છે.
અલ્પેશ સુતરીયા જે ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવે છે, તેઓ ભાવનગરની હેડ ઓફ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની ૬૦ ટકા દિવ્યાંગતા ધરાવે છે, આ બંને દિવ્યાંગ દંપતીઓએ નેશનલ પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, તેઓ બંને ઈજિપ્ત ખાતે રમનાર ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે ત્યારે અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રના દિવ્યાંગ મિત્રો તેમજ પોસ્ટલ કર્મચારીઓએ આ બંનેને સફળતા મળે તે માટે ગુલદસ્તાઓ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અંગે અલ્પેશ સુતરીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમે બંને છેલ્લા ચાર પાંચ વર્ષથી નેશનલ ટેબલ ટેનિસ રમી રહ્યા છીએ, અને ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી દસકે જણા આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે, હજુ સુધી ભાવનગરમાંથી દિવ્યાંગો ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા કોઈ ખેલાડી પહોંચી શક્યું નથી, ત્યારે અમારી પસંદગી થઈ છે ત્યારે ભાવનગરનું નામ રોશન થાય તે માટે પ્રયત્ન કરશું.
આ અંગે બંને દંપતિઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી નેશનલ પેરા ટેબલ ટેનિસમાં મેડલો મેળવી રહ્યા છીએ, સતત ત્રણ-ચાર વર્ષ તમે મેડલ મેળવો તો જ તમારું ઇન્ટરનેશનલમાં સિલેક્ટ થાય, આ ટુર્નામેન્ટ ઈજિપ્ત ખાતે ૨૫ ફેબ્રુઆરીએથી શરૂ થશે, ખાસ તો અલ્પેશ સુતરીયા એ જણાવ્યું હતું કે આ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમવા મારો બાળકને જાેઈને મેં રમવાનું શરૂ કર્યું હતું, બંને દંપતિઓને અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રના કોચ, મિત્રો, ટ્રસ્ટીઓ અને ખેલાડીઓનો શુભેચ્છાઓ પાઠવી હતી,