દશનામ ગોસ્વામી મોટા ગોપનાથ મંડળની કારોબારિ સમિતીની બેઠક મહંત ભિખુગીરી કાશીગીરીની ઉપસ્થિતિમાં આગામી તા.૨૬ રવિવારના રોજ સવારે ૯.૩૦ વાગ્યે નવી કામળોલ ગામે કામનાથ મહાદેવ મંદિર ખાતે મળશે.
આ બેઠકમાં મહંત ભિખુગીરી પ્રમુખ મહેશગીરી સહિત ૧૧ કારોબારી સભ્યો ઉપÂસ્થત રહેશે. જેમાં ભંડારા પ્રસંગે જ્ઞાતિને લગતા કેટલાક કુરિવાજો અંગે ચર્ચા કરી આવા કુરિવાજો દૂર કરવા ઠરાવ કરાશે. ત્યારબાદ મોટા ગોપનાથ મંડળની મળનારી સાધારણ સભામાં ઠરાવ રજૂ કરી બહુમતીથી પસાર કરી તેનો અમલ કરવામાં આવશે. આ ઉપરાંત દશનામ ગોસ્વામી મોટા ગોપનાથ મંડળના સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન અને ઈનામ વિતરણ સમારોહ અંગે ચર્ચા કરી ઠરાવ કરવામાં આવશે તેમ મહંત ભિખુગીરી દ્વારા જણાવાયુ છે.