

નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગર ખાતે ફિએસ્ટા અંતર્ગત ફેસ્ટીવલ ચાલી રહ્યો છે જેમાં ૬૦ ઇવેન્ટ માં ૨૨૦૦ થી વધુ વિધાર્થીનીઓ આ યુવા ઉત્સવમાં ભાગ લઈ કલાના ઓજસ પથારી રહ્યા છે. જે અંતર્ગત ફેશન શો સ્પર્ધા યોજવામાં આવી હતી. ભારતના વિવિધ પ્રાંતોમાં ભાષા બોલી પહેરવેશ પદ્ધતિ અલગ અલગ છે. પરંતુ વિવિધતામાં એકતા ભારતની વિશેષતા એ આપણા દેશની એકતાની ઓળખ છે. તેવો જ ભાવ આ ફેશન શો માં જોવા મળ્યો હતો જેમાં વિધાર્થીનીઓએ અલગ અલગ પ્રદેશોની પહેરવેશ પદ્ધતિને આ ફેશન શો માં દર્શાવી હતી.