ભાવનગર, તા.૧
ભાવનગર યુનિવર્સીટી ખાતે “યંગેસ્ટર બાસ્કેટ બોલ હબ્બ ભાવનગર” દ્વારા અન્ડર – ૧૪ બાસ્કેટબોલ સ્કુલ લીગ બોયઝ ટુનાર્મેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતુ. આ લીગમાં ગુજરાતી માધ્યમમાં ધો. ૬માં અભ્યાસ કરતાં જાડેજા પ્રિન્સરાજ સિંહ સજુભા તેમજ ધો.૭માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સરવૈયા જયવિરસિંહ રામદેવસિંહ ભાગ લીધો હતો. .
જેમાં તેઓને ઉત્કૃષ્ઠ દેખાવ કરી શ્રેષ્ઠ નામના પ્રાપ્ત કરેલ. આ સાથે શાળાના અંગ્રેજી માધ્યમનાં ધો.૬ નાં વિદ્યાર્થી ગોહિલ તત્વદિપસિંહ હરપાલસિંહ અને ધો. ૪ નાં ગોહિલ કર્મદિપસિંહ હરપાલસિંહ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાની તેમજ શાળાનું નામ રોશન કરેલ.
આ સ્પર્ધા (અન્ડર – ૧૪)માં સમગ્ર ભાવનગરમાંથી ૩૨ ટીમોએ ભાગ લીધેલ જેમાં આ ચાર (૪) વિદ્યાર્થીનો ઉત્કૃત્ષ્ટ દેખાવ રહ્યો હતો જે બદલ તેઓને સર્ટીફીકેટ તેમજ શિલ્ડ મેળવેલ. આ ઉપરાંત ગર્વની બાબત એ છે કે શાળાને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.
આ સમગ્ર વિદ્યાર્થીને અમારી શાળાના સપોર્ટ ટીચર રાજેશભાઈ મહીડાનાં માર્ગદર્શન દ્વારા આપવામાં આવેલ. આ સાથે શાળાના સંચાલક મનહરભાઈ રાઠોડ તેમજ મિતલબેન રાઠોડે વિદ્યાર્થીઓને તેમજ સ્પોર્ટ ટીચરને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર જ્ઞાનગુરુ વિદ્યાપીઠ પરિવાર આ વિદ્યાર્થીઓ માટે ગર્વની લાગણી અનુભવેલ.