કચ્છના ગાંધીધામના જમીન કેસમાં પ્રદીપ શર્માની CID ક્રાઈમે ધરપકડ કરી હતી. જેમાં પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માના 3 દિવસના રિમાન્ડ ભૂજ કોર્ટે મંજૂર કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ-કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર સરકારી તીજોરીને નુકશાન પહોચાડવાના આરોપસર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી તેમની ધરપકડ કરી હતી. તેઓ જ્યારે કચ્છમા કલેક્ટર હતા તે સમયે તેમણે સરકારી તિજોરીને મોટુ નુકસાન પહોચાડ્યુ હતું. જે બાબતે આ મામલે ત્રણ લોકો સામે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પુર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, પુર્વ નાયબ કલેક્ટર ફ્રાંસીશ સુવેરા અને પુર્વ નગર નિયોજક નટુભાઈ દેસાઈ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ ભુજમાં મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી.






