સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ, 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢમાં થયો હતો. તેમણે 1983માં આવેલી ફિલ્મ ‘માસૂમ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. લગભગ 4 દાયકા સુધી ચાલેલી કારકિર્દીમાં લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 1993માં તેમણે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’થી દિગ્દર્શનની દુનિયામાં પગ મૂક્યો અને લગભગ દોઢ ડઝન ફિલ્મોનું નિર્દેશન કર્યું.
ઉત્તમ અભિનેતા અને દિગ્દર્શક હોવા ઉપરાંત, સતીશ કૌશિક પટકથા લેખક પણ હતા. તેણે હમ આપકે દિલ મેં રહેતે હૈ, હમારા દિલ આપકે પાસ હૈ, મુઝે કુછ કહેના હૈ, બધાઈ હો બધાઈ, તેરે નામ, ક્યૂંકી, ઢોલ ઔર કાગઝ જેવી શ્રેષ્ઠ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. એક અભિનેતા તરીકે તેણે મિસ્ટર ઈન્ડિયા, મોહબ્બત, જલવા, રામ લખન, જમાઈ રાજા, અંદાજ, મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી, સાજન ચલે સસુરાલ, દીવાના મસ્તાના, પરદેશી બાબુ, બડે મિયાં છોટે મિયાં, હસીના માન જાયેગા, રાજા જી જેવી ફિલ્મો કરી હતી. , આ અબ લૌટ ચલેં , હમ આપકે દિલ મેં રહેતે હૈ , ચલ મેરે ભાઈ , હદ કર દી આપને , દુલ્હન હમ લે જાયેંગે , મૈં જૂઠ નહીં બોલતા , ગોડ તુસ્સી ગ્રેટ હો અને કાગઝ સહિત અન્ય ફિલ્મોમાં તેમનો શ્રેષ્ઠ અભિનય દેખાયો હતો.