ભાવનગર, તા.૧૦
ભાવનગર જિલ્લાની મુખ્ય ખેત ઉપજ એવો ડુંગળીનો પાક તૈયાર થઇને બે મહિનાથી તબક્કાવાર વેચાણ અર્થે યાર્ડમા આવી રહ્યો છે પરંતુ યોગ્ય ભાવ નહીં હોવાથી ખેડૂતોને ઉપજનો ખર્ચ સુધ્ધા મળી રહ્યો નથી. રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આ અંગે વેદના પહોંચતા ભારત સરકારે તાકીદના ધોરણે નેશનલ એગ્રીકલ્ચરલ કો.ઓ. માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇÂન્ડયા લી. (નાફેડ)ને ખરીદી શરૂ કરવા સુચના આપી છે. જેના ભાગરૂપે ગઇકાલ તા.૯ માર્ચથી ભાવનગરના મહુવા તથા સૌરાષ્ટ્રમાં ગોંડલ અને પોરબંદર એમ મળી ત્રણ સ્થળેથી નાફેડ દ્વારા ડુંગળીની ખરીદીની ગતિવિધી હાથ ધરાઇ છે. જા કે, આજે બીજા દિવસ થવા છતાં ડુંગળીના ભાવમાં તેની કોઇ અસર જાવા મળી ન હતી. ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં સોમવાર સુધી કામકાજ બંધ છે જ્યારે મહુવા યાર્ડમાં આજે લાલ ડુંગળીની ૬૦ હજાર ગુણીનું વેચાણ થયું હતું જેનો ભાવ રૂ.૧૪૦ થી ૧૯૦ સુધીના બોલાયા હતાં. મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ આજે બપોર સુધી ડુંગળીના ભાવમાં કોઇ સુધારો દેખાયો નથી.
દરમિયાનમાં નાફેડના અધિકારી માનસિંહ સિસોદીયાએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યા મુજબ નાફેડ દ્વારા ડુંગળીનો પ્રતિ કિલો રૂ.૮.૪૯નો ભાવ નક્કી થયો છે. નાફેડ મારફત ડુંગળીનું વેચાણ કરવા માંગતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આજની Âસ્થતિએ મહુવાના બન્ને કેન્દ્રો મળીને ૮૦ ખેડૂતોનું બપોર સુધીમાં રજીસ્ટ્રેશન થયું છે. રજીસ્ટ્રેશન થયા બાદ તેનો ડુંગળીનો પાક નાફેડની ટીમ દ્વારા જાવામાં આવશે અને તેના આધારે ખરીદી થશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી ખેડૂતોને ખેતર બેઠા થશે જેથી ગુણ ભરવાની મજુરી, ટ્રાન્સપોર્ટ ખર્ચ તથા દલાલી વિગેરે ખર્ચ નહીં કરવો પડે.